અમદાવાદ રેલ્વે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું અને આધુનિક 16 માળનું મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ થવાની આશા છે અને તે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક નવું ટ્રાન્સપોર્ટ સેન્ટર બનશે.
આ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં પાર્કિંગ, ઓફિસ, હોટેલ, ગાર્ડન અને મોલ્સ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. તે બુલેટ ટ્રેન, રેલ્વે, મેટ્રો અને બસ જેવી સેવાઓને એક જ સ્થળે પ્રદાન કરશે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્ટેશનને વિશ્વ-કક્ષાના મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ હબમાં પરિવર્તિત કરવાનો છે, જે 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હશે અને તેના પર 2400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ સ્ટેશનની ડિઝાઇન ન્યૂ યોર્કની હડસન હાઇલાઇનથી પ્રેરિત છે, અને તે અમદાવાદની સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરશે.