ધારણોજ ગામે લીલાછમ વૃક્ષોને કાપવા, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો, ગામને મળેલી ગ્રાન્ટનો દુરપયોગ આવી તમામ માહિતીઓ અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી હત પાટણ જિલ્લાના ધારણોજ ગામે સરકારી જમીન, ગૌચરની જમીન અને પડતર જમીનને લઈ ગામના એક સામાજીક આગેવાન અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે જરૂરી જાણકારી માંગવામાં આવી હતી પરંતુ છેલ્લા છ મહિના સુધી આ માહિતીનો જવાબ આપવામાં આવ્યો નથી.ધારણોજ ગામે લીલાછમ વૃક્ષોને કાપવા, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો, ગામને મળેલી ગ્રાન્ટનો દુરપયોગ આવી તમામ માહિતીઓ અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી હતી, જે બાદ ગામના મહિલા સરપંચના પતિ દ્વારા ધાકધમકી આપવામાં આવી રહી હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું છે.